
પાવાગઢ, પ્રતિનિધિ:
આજે શરદ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની મહાકાળી માતાજીના મંગળા આરતી દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે માતાજીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના તથા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
શરદ પૂર્ણિમાના અવસરે સમગ્ર મંદિર પરિસર ભવ્ય શણગારથી ઝળહળતું બન્યું હતું. મહાકાળી માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોમાં અનોખી શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આરતી દરમિયાન મંદિર પરિસરમાં જય માતાજીના જયઘોષ સાથે આધ્યાત્મિક વાતાવરણનું સર્જન થયું હતું.
પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શરદ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે યોજાયેલા મંગળા આરતી દર્શને ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ન્યૂઝ ગુજરાતી | પાવાગઢ
જગત જનની મહાકાળી માતાજી સર્વે ભક્તો પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના. 🙏🏻🕉️🚩
